આઝમ ખાનનો બફાટ, મને પાગલખાનામાં મોકલી દો અથવા PM બનાવો
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હમેશા ચર્ચામાં રહેનાર ઉત્તર પ્રદેશના નગર વિકાસ અને કાર્ય પ્રધાન આઝમ ખાને ફરી એક વખત વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, મને વડાપ્રધાન બનાવવામાં આવે અથવા પાગલખાનામાં મોકલવામા આવે.
સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર સાઇકલ રેલી પૂર્વે કાર્યકર્તાઓને સંબોધિત કરતા આઝમ ખાને કહ્યું કે, કાબેયિલની જાણ કામ કરાવવાથી થાય છે. પીએમ બનાવી દો, બે વર્ષની અંદર ભારતને અમેરિકાથી વધુ શક્તિશાળી ન બનાવી દઉં તો કહેજો. મારી વાત ખોટી લાગતી હોય તો મને પાગલખાનામાં મોકલી દો.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વખાણ કરતા તેમણે કહ્યું કે, જેઓ પોતાના પ્રધાનોને નકલી ડિગ્રી પર જેલમાં મોકલાવી શકે છે તો તેઓ વડાપ્રધાનની ડિગ્રી પર સવાલ કરી રહ્યાં છે, તો શું ખોટુ છે. જો કે, માયાવતી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ ગુજરાતમાં ભાજપ માટે વોટ માંગે છે અને અહીંયા મુસલમાનોને કહે છે કે, ભાજપથી સાવધાન રહો.
No comments:
Post a Comment