Tuesday, May 10, 2016

સાઉથની ફિલ્મોમાં અદભુત સફળતા મેળવતી ગુજ્જુ અભિનેત્રી, ‘મિસ સુરત’નો એવોર્ડ વિજેતા

નમિતા વાંકાવાલોનો જન્મ સુરતમાં થયો છે.
 
ગુજરાત અને ગુજરાતીની વાત જ અલગ છે, એ પછી વાત બિઝનેસ, અભ્યાસ કે પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની હોય. લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતી પ્રજાનો દબદબો જોવા મળે છે. ગુજરાતનાં લોકોએ પોતાની ખ્યાતી દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રમાં અવ્વલ નંબરે મુકી છે. સાઉથ ફિલ્મોમાં આવું જ એક ગુજરાતી નામ છે નમિતા વાંકાવાલા. સુરતમાં 10 મે, 1973નાં રોજ પંજાબી પરિવારમાં જન્મેલી નમિતા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની માદક અદાઓથી જાણીતી છે.નમિતાએ મિસ સુરતનો ખિતાબ જીત્યો હતો...

- નમિતાનાં પિતાને સુરતમાં ગારમેન્ટનો બિઝનેસ ચલાવે છે, જ્યારે તેની માતા હાઉસવાઈફ છે, નમિતા પરિવારમાં એકમાત્ર પુત્રી છે અને તેને એક મોટોભાઈ છે. સુરતમા નમિતાનો પરિવાર કપૂર ફેમિલીથી જાણીતો છે.
- ફિલ્મી કરિયરની શરૂઆતની બે ફિલ્મોમાં નમિતાનું નામ ‘ભૈરવી’ હોવાથી પરિવારમાં તેને ‘ભૈરવી’નાં હુલામણા નામથી બોલાવવામાં આવતી હતી.
- નમિતાની ફિલ્મી કરિયર શરૂઆત વિશેની વાત કરીએ તો, તે સુરતના જ જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ઉપાધ્યાય પાસે અંગ્રેજી શીખવા માટે જતી હતી. ત્યારથી જ તેને એક્ટિંગની ધૂન લાગી.
- શરૂઆતમાં નમિતાએ મોડલીંગની દુનિયામાં કદમ માડ્યા પણ આ ક્ષેત્રમાં ખાસ કોઈ સફળતા ન મળી.
- વર્ષ 1998માં નમિતાએ મિસ સુરતનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ નમિતા લાઈમલાઈટમાં આવી.
- ત્યારબાદ નમિતાએ પાંચ જેટલી બ્રાન્ડેડ કંપનની જાહેરાત પણ કરી અને તેના ફિલ્મી કરિયરનાં મંડાણ તરફ આ જાહેરાતે મહત્વનો ભાગ ભજવ્યો.
- વર્ષ 2001માં સેલિના જેટલી મિસ ઈન્ડિયા ખિતાબ જીતી, ત્યારે નમિતાએ આ સ્પર્ધામાં ફોર્થ રનર્સઅપ રહી હતી.
- મોડલીંગની દુનિયામાં નિષ્ફળતા બાદ બ્યુટી કોન્ટેસ્ટ્‌સમાં ચમકેલી નમિતાને દક્ષિણની ફિલ્મ માટે ઓફર મળી અને ત્યારબાદ આ ક્ષેત્રમાં તે સતત પ્રગતિ મેળવવા લાગી.

No comments:

Post a Comment