Thursday, May 12, 2016

હાર્દિક પટેલનો વિઠ્ઠલ રાદડિયાને ઉદ્દેશની વધુ એક પત્ર

હાર્દિક પટેલનો વિઠ્ઠલ રાદડિયાને ઉદ્દેશની વધુ એક પત્ર

સુરતઃ હાર્દિક પટેલે વિઠ્ઠલ રાદડિયાને ઉદ્દેશીને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમે જાણ વગર મધ્યસ્થી બન્યા હવે પોતાની મરજી થી નીકળી ગયા. સમાજને શું સમજો છો, મારો સમાજ મહાન છે, ભાજપ કે વિઠ્ઠલ રાદડિયાનો નોકર નહીં.
મંગળવારે સુરત કોર્ટમાં હાજર થયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સ્ફોટક નિવેદન આપ્યું હતું. અત્યાર સુધી પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી થયેલી સાંસદ વિઠ્ઠલ રાદડિયાને સન્માનનીય વ્યક્તિ ગણાવ્યાં હતાં અને તેમના વિરુદ્ધ કંઈપણ કોઈએ ન કહેવું તેવું નિવેદન તેમને પોતાના પત્રમાં આપ્યું હતું. જ્યારે મંગળવારે હાર્દિકના સૂર બદલાઈ ગયા હતાં અને વિઠ્ઠલ રાદડિયાએ સમાધાન સાથે છેડો ફાડ્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, સમાજ સાથે ગદ્દારી કરનારા કોઈની જરૂર નથી તેવું જણાવ્યું હતું.
ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર જે પણ લોલીપોપ આપશે તે અમે ખાઈ જઈશું. મહત્વપૂર્ણ છે કે, ઓબીસીની માંગ કરતાં પાટીદારોને અગાઉ રાહત પેકેજ અને ત્યાર બાદ 10 ટકા EBC આપવાની સરકારે જાહેરાત કરી હતી. જેને પાટીદારોએ લોલીપોપ ગણાવી હતી.
પોતાના વિષે હાર્દિક પટેલના આવા નિવેદનને લઇને વિઠ્ઠલ રાદડિયાએ પણ સામે છેડે હાર્દિક પટેલ પરે વળતો ઘા કર્યો હતો. રાદડિયાએ કહ્યું હતું કે હાર્દિક અને પાટીદાર સમાજ તેમજ સરકાર માટે મધ્યસ્થીની ભૂમિકા ખત્મ થઇ હોવાનું જણાવ્યું હતું. સાથે રાજ્ય સરકારે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરતા હવે પોતાની જવાબદારી પૂર્ણ થયાનું પણ રાદડિયાએ ઉચ્ચાર્યું હતું. વધુમાં વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે, "હાર્દિકે અમને ગદ્દાર કહેવાનો કોઈ હક નથી, હાર્દિકને જેલમાં રહીને હીરો થવું છે."

No comments:

Post a Comment