ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત વિધાનસભા પહોંચ્યા.
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી આવતી રાજનૈતિક અસ્થિરતા અને કાયદાકીય દાવપેચ વચ્ચે સુપ્રીમ કોર્ટનાં આદેશ પર ઉત્તરાખંડ વિધાનસભામાં આજે હાથ ધરવામાં આવેલી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હરીશ રાવતનાં ભાવિનો નિર્ણય થઈ ગયો છે. એ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફ્લોર ટેસ્ટમાં હરીશ રાવત પાસ થઈ ગયા છે. ફ્લોર ટેસ્ટની આ કાર્યવાહી વિધાનસભામાં આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી. ફ્લોર ટેસ્ટ બાદ શું બોલ્યા હરીશ રાવત....

- ઉત્તરાખંડમાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રસે વિશ્વાસમત હાંસલ કર્યો છે.
- ફ્લોર ટેસ્ટમાં ભાજપને 28 ધારાસભ્યો અને કોંગ્રેસને 34 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.
- રાજ્યમાંથી અસ્થાયી રૂપે રાષ્ટ્રપતિ શાસન બે કલાક માટે ઉઠાવી લેવામાં આવ્યું છે.
- ગત 18 માર્ચનાં રોજ હરીશ રાવત વિરુદ્ધ બળવો કરીને ઉત્તરાખંડમાં રાજકીય ધમાસણની શરૂઆત કરનારા બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી આજે થનારા ફ્લોર ટેસ્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય આપવાથી ગૃહની પ્રભાવી ક્ષમતા ઘટીને 62 અને બહુમત આંકડો 32 થઈ ગયો હતો.
ફ્લોર ટેસ્ટ બાદ શું કહ્યું હરીશ રાવતે
- ફ્લોર ટેસ્ટ પહેલા હરીશ રાવતે જણાવ્યું કે, 'ભગવાન કેદારનાથ, યમુનોત્રી, બદ્રીનાથ બધા અમારી સાથે છે. જનતા જનાર્દન પણ અમારી સાથે છે.'
- 'જે અમને સહયોગ આપી રહ્યા છે તેમના આશીર્વાદ પણ અમારી સાથે છે...PDP, BSP,UKD.'
- 'ભાજપનો કોઈ પણ દાવો હોય પણ જીત તો ઉત્તરાખંડની જ થશે.'
- વિધાનસભામાં હાજર રહેશે - 61 ધારાસભ્યો
- બહુમતી માટે જરૂરી - 31
- બીજેપી - 28
- કોંગ્રેસ - 21
- અપક્ષ - 3 ધારાસભ્ય અપક્ષ
- બીએસપી - 2
- ઉત્તરાખંડ ક્રાંતિ દળ - 1
કોંગ્રેસ માટેઃ કોંગ્રેસ 27 + પીડીએફ 6 + મનોનીત 1 = 34
- હરીશ રાવતે ફ્લોર ટેસ્ટ બાદ દેવી-દેવતાનો આભાર માન્યો હતો.
- તેમણે જણાવ્યું કે, 'હું દરેક દેવી-દેવતાઓનો આભાર માનું છું, જનતાને પ્રણામ કરવા માંગુ છું.
- 'હું સુપ્રીમ કોર્ટ, ઉત્તરાખંડની જનતા, લોકશાહી દળોનો આભાર માનું છુ.'
- 'ઉત્તરાખંડ આવતીકાલે વીજયી થશે.અંદર શું થયું તે અંગે ટિપ્પણી નહી કરી શકું. આવતીકાલે સ્પષ્ટ થઈ જશે અને રાજ્ય પરથી અનિશ્ચિતતાનાં આશાનાં વાદળો અદ્રશ્ય થઈ જશે.'
શું કહ્યું ભાજપના નેતાએ
-ભાજપના નેતા ગણેશ જોશીએ જણાવ્યું કે, 'ભાજપે સૈદ્ધાંતિક રીતે વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ધન-બળનો પ્રયોગ કર્યો, જેના કારણે આંકડાનાં ખેલમાં અમે ગૃહમાં રહી ગયા. અમે ધન-બળનો પ્રયોગ ન કર્યો, જો અમે કર્યો હોત તો કદાચ અમે મેળવી શક્યા હોત.'
ફ્લોર ટેસ્ટ પહેલા શું કહ્યું હરીશ રાવતે
- ફ્લોર ટેસ્ટ પહેલા હરીશ રાવતે જણાવ્યું કે, 'ભગવાન કેદારનાથ, યમુનોત્રી, બદ્રીનાથ બધા અમારી સાથે છે. જનતા જનાર્દન પણ અમારી સાથે છે.'
- 'જે અમને સહયોગ આપી રહ્યા છે તેમના આશીર્વાદ પણ અમારી સાથે છે...PDP, BSP,UKD.'
- 'ભાજપનો કોઈ પણ દાવો હોય પણ જીત તો ઉત્તરાખંડની જ થશે.'
ફ્લોર ટેસ્ટ પહેલા શું કહ્યું માયાવતીએ
- બીએસપી સુપ્રીમો માયાવતીએ ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
- માયાવતીએ જણાવ્યું હતું કે, 'અમારી પાર્ટી કોંગ્રેસનું સમર્થન કરી રહી છે. ભાજપને ટેકો નહી.'
- 'અમારી પાર્ટી કોંગ્રેસ તરફ મત આપશે, બીજેપી સાથે ડીલ કરવાના અહેવાલો ખોટા છે.'
- આ અગાઉ સોમવારે સીએમ હરીશ રાવતને રાહત મળી હતી.
- દહેરાદૂનમાં સ્થિતિ ન બગડે, તેના માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
કોર્ટનાં નિર્ણય બાદ સ્થિતિ
- વિધાનસભામાં હાજર રહેશે - 61 ધારાસભ્યો
- બહુમતી માટે જરૂરી - 31
- બીજેપી - 28
- કોંગ્રેસ - 21
- અપક્ષ - 3 ધારાસભ્ય અપક્ષ
- બીએસપી - 2
- ઉત્તરાખંડ ક્રાંતિ દળ - 1
જીતનું ગણિત
કોંગ્રેસ માટેઃ કોંગ્રેસ 27 + પીડીએફ 6 + મનોનીત 1 = 34
બીજેપી માટેઃ બીજેપી 28 + બીએસપી 2 + અપક્ષ 3 = 33(વગેરે પીડીએફમાંથી બસપા અને અપક્ષ સાથ આપે છે તો)
- ઉત્તરાખંડ ક્રાંતિ દળનાં એક સભ્યનો મત પણ મહત્વનો રહેશે.
No comments:
Post a Comment