m
જો તમારી પાસે દૂરની નજર અને જીવનમાં મોટા નિર્ણય લેવાની હિંમત હોય તો, તમે પણ એક સફળ બિઝનેસમેન બની શકો છો. આ વાતનું અનુકરણ કરતા દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન ડોટકોમના સીઈઓ જેફ બેઝોસ આજે દુનિયાના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના સ્ટોકમાં આવેલી તેજીને કારણે તેમની કુલ નેટવર્થ ત્રણ મહિનામાં 1800 કરોડ ડોલરમાંથી વધીને 6070 કરોડ ડોલર પર પહોંચી છે.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર જેફ બેઝોસ આ સાથે જ કાર્લોસ સિલિમને પાછળ રાખીને દુનિયાના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ છે. જ્યારે બીજા નંબર પર સ્પેનના અમેનકો ઓર્ટેગા અને ત્રીજા નંબર પર વોરેન બુફેનું નામ છે.
જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં કંપનીના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. 9 ફેબ્રુઆરીએ કંપનીનો સ્ટોક 482 ડોલર પર હતો. જે વધીને 704 ડોલર પર પહોંચી ગયો હતો. એમેઝોનમાં જેફ બેઝોસનો 17 ટકા હિસ્સો છે. તેની સામે કંપનીનો સ્ટોક સતત તેજી નોંધાવી રહ્યો છે. ગત સપ્તાહે જેફ બેઝોસે પોતાનો 1 ટકા હિસ્સો વેચીને 6.71 કરોડ ડોલરની કમાણી કરી હતી. તેને કારણે તેની કુલ નેટવર્થમાં જોરદાર વધારો થયો છે.
જેફ બેઝોસે જુલાઈ 1994માં કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1995માં જ્યારે કંપની શરૂ કરી એ સમયે કંપનીનું નામ કેડેબ્રા ડોટકોમ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ મહિના પછી નામ બદલીને એમેઝોન ડોટકોમ રાખવામાં આવ્યું હતું. દુનિયાની સૌથી મોટી નદી એમેઝોન પરથી આ કંપનીનું નામ રાખવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે બેઝોસ એમેઝોનને દુનિયાની સૌથી મોટી ઓનલાઈન બુકસેલર કંપની બનાવવા ઈચ્છતો હતો. શરુઆતમાં એમેઝોને તેમની વેબસાઈટ ઓનલાઈન બુકસ્ટોર તરીકે શરુ કરી હતી. ત્યારબાદ ડીવીડી, સોફ્ટવેર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને કપડાં વગેરે વેચવાની શરુઆત કરી હતી.
No comments:
Post a Comment