Friday, May 13, 2016

NEET વિશે લેવાયેલ નિર્ણયની સરળ શબ્દોમાં સમજૂતી......

આ વર્ષે મેડીકલ/ડેંટલ મા એડમીસન માટે NEET પરીક્ષા આપતા વાલી ઓ માટે
ફક્ત બે મીનીટ સમય કાઢી ને જરુર વાંચજો
આ વર્ષ થી અચાનક સુપ્રીમ કોર્ટ ના નિર્ણય મુજબ મેડીકલ અને ડેંટલ મા પ્રવેશ  માટે NEET EXAM  આપવી ફરજ્યાત છે.
સૌ પ્રથમ આ નીર્ણય અચાનક નથી આપ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય ૨૦૧૩ મા અપાયેલ છે પરંતુ ભ્રસ્ટ મેડીકલ કોલેજો દ્વારા તેનો અમલ અટકાવવા મા આવ્યો હતો ...
NEET ફરજ્યાત શા માટે?
       મીત્રો NEET થી હવે સમગ્ર ભારત મા કોઇ પણ મેડીકલ અથવા ડેંટલ કોલેજ મા એડમીશન જોઇતુ હસે તો મેરીટ પર સહેલાય થી મેળવી સકાશે. NEET આવવાથી આપની પાસે કોઇ કોલેજ ડોનેશન ના નામે લાખો રુપીયા નહી માગી શકે. બીજા અર્થ મા ડોનેશન ના નામે ગમે તેટલા ઓછા ટકા મા એડમીશન આપવાનો ધંધો બંધ થશે જે સરવાળે ભારતની પ્રજા ના લાભ માજ છે. મીત્રો આ રીતે વર્ષે  મેડીકલ અને ડેંટલ કોલેજ મા એડમીશન ના નામે ૭૫ લાખ થી માંડીને બે થી અઢી કરોડ વિધ્યાર્થી દીઠ લેવામા આવે છે અને આવી મેડીકલ કોલેજો વાર્ષીક ૬ થી ૭ હજાર કરોડ કમાય છે જે કાળા નાણા છે જેનો કોઇ ટેક્ષ સરકાર ને ચુકવવામા નથી આવતો.
        NEET આવવા થી આવી કોલેજો નો ધંધો બંધ થઇ જાશે અને તેમણે મેરીટ ના ધોરણે જ એડમીશન આપવુ પડશે જેથી હાલ મા લોકોને ભડકાવીને સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ને ખોટો અને અન્યાયી સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે પરંતુ હકીકત કઇક જુદી જ છે જે સુપ્રીમ કોર્ટ ના સમ્પુર્ણ ચુકાદા ને વાંચવાથી સમજાય જાશે.

       મીત્રો જેવી આપણા બાળક ની હાલત છે તેવીજ હાલત દેશના તમામ બાળકોની છે. જેથી બધાને તૈયારી કરવા માટે સરખાજ દિવસ મળવાના છે તેથી આપણુ બાળક પાછડ રહી જાશે તેવો ડર રાખવાની જરુરીયાત નથી જ.
આપણુ બાળક તૈયારી માટે જ્યા ઉભુ છે ત્યાજ બધા બાળકો ઉભા છે જેથી જો આપના બાળકે ૪ સેમેસ્ટાર મા સારુ સ્કોરીંગ કર્યુ હસે તો આ એક્ષામ મા પણ કરશે જ તેવો વિષ્વાસ રાખો  તેને નવુ કૈ ભણવાનુ નથી ૨ વર્ષ નુ રીવીજન જ કરવાનુ છે. જે વધારાનુ બોર્ડ છે તે માત્ર ૧૫ % જ છે અને તેમા બધાની હાલત સરખી જ છે . ( સીબીએસસી બોર્ડ નુ મેરીટ અલગ જ હોય છે જેથી સીબીએસસી બોર્ડ નો વિધ્યાર્થી વધુ માર્ક લૈને આગળ નીકળી જાશે તેવુ ના વિચારો )
          સુપ્રીમ કોર્ટ ના ચુકાદા મુજબ NEET ની એક્ષામ ૨૪ જુલાઇ ના રોજ સમગ્ર ભારત મા એક સાથે લેવાશે અને અંગ્રેજી / હિંદી / અને લોકલ એટલે કે ગુજરાતી એમ ૩ ભાષામા પ્રષ્નો ની સમજ હશે એટલે આપનુ બાળક ગુજરાતી મિડીયમ મા અભ્યાસ કર્તુ હોય તો પણ ચિંતા કરવાનુ કોઇ કારણ નથી જ . ઉપરાંત ટોટલ સીટ માથી ૮૫ % સીટ ફક્ત જેતે રાજ્ય ના વિધ્યાર્થી ઓ માટે જ રહેશે બાકીની ૧૫ % સીટ માજ બીજા રાજ્યોના વિધ્યાર્થી ને પ્રવેશ મળશે એટલે ગુજરાત ની કોલેજો મા બીજા રાજ્યો ના વિધ્યાર્થીઓ આવિ જાશે અને ગુજરાત ના વિધ્યાર્થીઓ રહી જાશે તે માત્ર અને માત્ર પ્રાઇવેટ કોલેજો એ પોતાના સ્વાર્થ માટે  ફેલાવેલુ જુઠાણુ છે. હકીકત મા ૧૫% સીટ આપીને તમે સમગ્ર ભારત ની તમામ મેડીકલ કોલેજો મા  તમારા બાળક માટે જગ્યા કરી રહ્યા છો જે આપણી ૧૫% સીટ કરતા ઘણી વધારે છે ભાઇ ...!!!! અને તે પણ તમે તમારા જ શહેર કે ગામ ની સ્કુલ મા એક્ષામ આપી ને... તેના માટે તમારે ક્યાય બીજી એક્ષામ આપવાની નથી માત્ર NEET ની એક્ષામ ૨૪ જુલાઇ ના રોજ આપીને તમે ભારત ની કોઇ પણ મેડીકલ કે ડેંટલ કોલેજ મા પ્રવેશ મેળવી શકશો  
        તો મીત્રો આપણા પૈસે અબજો પતી બની બેઠેલા આવા મેડીકલ માફીયાઓ ને નાથવા માટે સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણય ને સમજીએ અને ભારત ને ભ્રસ્ટાચાર મુક્ત કરવા ના કોર્ટ ના નિર્ણય ને સાથ અને સહકાર આપીએ.

No comments:

Post a Comment