Tuesday, May 10, 2016

પેટને કરવુ છે સ્લિમ તો પહેલા આ પરેશાનીઓ કરો દૂર... !!

જાડાપણું કોઈને પણ ગમતુ નથી. વધેલા પેટને દરેક ફટાફટ ઓછુ કરવા માંગે છે. પણ આ એટલુ સહેલુ નથી. આપણુ ફૈટી ટમ્મી આપણી ફિગરને સંપૂર્ણ રીતે બગાડી નાખે છે. સતત કલાકો સુધી એક જ સ્થાન પર બેસીને કામ કરવાને કારણે પણ બહાર નીકળી આવે છે. આ જોવામાં ખરાબ લાગવા ઉપરાંત આપણા આરોગ્ય માટે પણ નુકશાનદાયક છે.  મોટાભાગની મહિલાઓ આની શિકાર થાય છે. ઉલ્લેખનીય છે કે આવુ પેટમાં સોજો આવવાને કારણે થાય છે.  ખાવુ-પીવુ હજમ ન થવુ, કે ગેસને કારણે પેટ ફુલેલુ લાગે છે. જો કે ગેસ અને કબજિયાત થવી સામાન્ય વાત છે પણ જો આ પરેશાની ઘણા દિવસો સુધી કાયમ રહેશે તો ડોક્ટર પાસે ચેકઅપ જરૂર કરાવો. 
 
પેટમાં સોજાનુ કારણ 
 
જાડાપણું આપણી પોતાની ખાવા-પીવાની ખોટી આદતોનું પરિણામ છે. અનેકવાર આપણે જાણકારી વગર એવા ખોરાકનું સેવન કરી લઈએ છીએ જેના કારણે પેટમાં સોજો આવી જાય છે. આ સોજો લીવર અને દિલની ગડબડીને કારણે પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો આ સમસ્યાને સામાન્ય સમજીને નજરઅંદાજ કરે છે જે ખોટી વાત છે. પેટમા સોજો ઓછો થશે તો તમારુ પેટ આપમેળે જ અંદર જશે. 
 
પેટનો સોજો ઓછો કરવાની રીત 
 
કબજિયાત દૂર કરો - જો તમને કબજિયાત રહે છે તો પેટમાં ગેસ બનેલી રહેશે જેનાથે પેટ ફુલેલુ અને ટાઈટ રહે છે. આ સમસ્યા ફાઈબર અને તરલ પદાર્થોની કમીને કારણે ઓછામાં ઓછા 10-12 ગ્લાસ પાણી જરૂર પીવો અને એક્સરસાઈઝને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. 
 
ભોજન આરામથી કરો - બિઝી શેડ્યૂલને કારણે લોકો ખાવાનુ પણ ઢંગપૂર્વક અને શાંતિ પૂર્વક કરતા નથી. ભોજન પચાવવા માટે તેને સારી રીતે ચાવીને ખાવ. ચાવીને ન ખાવાથી શરીરની અંદર હવા જતી રહે છે જેનાથી પેટમાં સ્વૈલિંગ થઈ શકે છે. તેથી આહારને ધીરે ધીરે વધુ સારી રીતે ચાવીને ખાવ. 
 
ગળ્યુ ખાવાથી બચો - વધુ ગળ્યુ ખાવાથી બચો. આ જાડાપણું વધારે છે. જો તમારુ મન તેને ખાવા માટે લલચાય તો દિવસભરમાં 2 કે 3 કુત્રિમ ગળ્યો આહાર લઈ શકો છો. 
 
સોડિયમ આહારથી બચો - 500 ગ્રામથી વધુ સોડિયમ આપણા માટે ખતરનાક છે. હાઈ પ્રોસ્સેડ ફુડમાં સોડિયમની માત્રા વધુ અને ફાઈબરની માત્રા ઓછી હોય છે. જે પેટમાં ભારેપણુ અને સોજાનુ કારણ બની શકે છે. લાંબા સમયથી ડબ્બામાં બંધ ખોરાકનું સેવન ન કરો. 
 
ડ્રિંક્સ - લોકો ફાસ્ટ ફૂડ અને ભોજન સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. ખાસ કરીને આજકાલના યંગસ્ટર્સ. આ પેટમાં સ્વૈલિંગ કરે છે. વધુમાં વધુ તાજુ પાણી પીવો. આ ઉપરાંત તમે લીંબૂ પાણી, ગ્રીન ટી, પિપરમેંટ ટી પણ પેટનો સોજો ઓછો કરવાનુ કામ કરે છે. 

No comments:

Post a Comment