Monday, May 9, 2016

મોદીની દુખતી નશ છે ગાંધી પરિવારના હાથમાં


રાષ્ટ્રીય
A A A

મોદીની દુખતી નશ છે ગાંધી પરિવારના હાથમાં

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગાંધી પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'રહસ્યો' જાણે છે, જે હંમેશા તેમને ગાંધી પરિવારના સભ્યો સામે પગલા લેતા રોકે છે.. આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા નરેન્દ્ર મોદીને સોનિયા ગાંધીની ધરપકડ કરવાનો પડકાર આપવામાં આવ્યો તેના બીજા દિવસે કેજરીવાલની આ ટિપ્પણી આવી છે.કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે સૂત્રોએ કહ્યું છે કે, ગાંધી પરિવાર મોદીજીના કેટલાક રહસ્યો જાણે છે. તેથી મોદીજી ગાંધી પરિવારના કોઇ સભ્ય સામે પગલા ભરવા સમર્થ નહીં રહે. આપ ના કાર્યકરોએ ગઇકાલે વડાપ્રધાનના રેસકોર્સ રોડ સ્થિત ઘર સુધી પણ કૂચ કરી હતી અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે સાઠગાંઠ હોવાનો આરોપ મુક્યો હતો.
અગસ્તા વેસ્ટલેન્ડ માં એક નવો દાવો આવ્યો છે જે અનુસાર એક સીનિયર પત્રકાર ઇડીની તપાસના દાયરામાં છે. દાવા અનુસાર એક હિંદી સમાચાર ચેનલનો આ પત્રકાર પોતાની પત્ની સાથે અગસ્તા વેસ્ટલેન્ડના ખર્ચે ઇટાલીના પ્રવાસે ગયો હતો.

No comments:

Post a Comment