Thursday, May 12, 2016

મુસલમાનોના પ્રતિબંધ પર વિચારણા કરવા માટે કમિટી બનાવવામાં આવેઃ ડોનાલ્ડ ટ્રંપ

મુસલમાનોના પ્રતિબંધ પર વિચારણા કરવા માટે કમિટી બનાવવામાં આવેઃ ડોનાલ્ડ ટ્રંપ

વોશિંગટનઃ રિપલ્બિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે વ્હાઇટ હાઉસ પહોંચ્યા પછી તેમની કેટલીક નિતીઓ તેમજ અમેરિકામાં મુસલમાનોના પ્રવેશ પર પ્રતિબંધના વિવાદિત પ્રસ્તાવ પર વિચારણા માટે એક આંતકવાદ વિરોધી કમીટીની રચના કરવાનું જણાવ્યું છે.
ટ્રંપે જણાવ્યું છે કે આ સમસ્યા પર ગંભીરતાથી વિચારવામાં માટે કમિટી સાથે વાત કરવાનું વિચારી રહ્યાં છે. તેની અધ્યક્ષતા રૂડી ગુલિયાની કરી રહ્યાં છે. આ એક વૈશ્વિક સમસ્યા છે. તેની પર ખૂબ જ સાવચેતીથી વિચારવું પડશે. ગુલિયાની વર્ષ 1994થી 2001 સુધી ન્યૂયોર્કના મેયર રહી ચૂક્યા છે. તેમણે મુસલમાનોના પ્રવેશ પર પ્રતિબંધના ટ્રંપના વિચારને અયોગ્ય ગણાવ્યો હતો.
રિયલ સ્ટેટ કારોબારી ટ્રંપે જણાવ્યું છે કે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને બહાર મોકલવાના પ્રસ્તાવ અને સીરિયાઇ શરણાર્થિઓને અનુમતિ આપવા જેવી બાબતો પર તપાસ કરશે. જો કે ટ્રંપે તે અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી કરી કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો આ બધુ કરશે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તે ચૂંટણી જીતશે તો મુસલમાનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદશે, જે અયોગ્ય છે.

No comments:

Post a Comment