Wednesday, July 6, 2016

અષાઢી બીજ અને કચ્છી માડુઓ નું નવુ વર્ષ.....

આશરે ૮૬૦ વર્ષથી કચ્છી માડુઓ અષાઢી બીજના દિવસને નૂતન વર્ષ તરીકે ઊજવે છે. દિવાળીની જેમ ઘરની બહાર દીવા મૂકીને રોશની કરે છે
વિક્રમ સંવતની શરૂઆત કારતક માસથી થાય છે, પણ કચ્છી માડુનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે? આવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આમ તો કચ્છ રાજ્યની સ્થાપના ખેંગારજી પહેલાએ સંવત ૧૬૦૫માં માગશર સુદ પાંચમના રોજ કરી હતી, પણ નવું વર્ષ અષાઢી બીજે શરૂ થવા પાછળ પણ એક ઇતિહાસ છે જે ઘણો જ રસપ્રદ છે
અષાઢી બીજને નૂતન વર્ષ બનાવવા પાછળ જોડાયેલી કથા પ્રમાણે કચ્છની રાજધાની
કોટાકોટમાં એક લાખો કુલ્વણી નામનો રાજવી હતો. તે જે પણ વિચારતો તેને તરત જ અમલમાં મૂકતો. એક દિવસ તેને એવો વિચાર આવ્યો કે પૃથ્વીનો છેડો ક્યાં હશે? પછી તો કહેવું જ શું? તે રાજરસાલો લઈને પૃથ્વીનો છેડો શોધવા નીકળી પડયો અને છ માસ સુધી પૃથ્વીનું પરિભ્રમણ કર્યું, પરંતુ છ માસના પરિભ્રમણ પછી તેને નિરાશા જ હાથ લાગી, જેથી તેમણે કચ્છ પરત ફરવાનું નક્કી કર્યું. તે નિરાશ થઈને પરત ફર્યો, પણ જે દિવસે પરત ફર્યો તે જ દિવસે અષાઢી બીજ હતી. વાતાવરણ આહ્લાદક હતું. વરસાદી ખુશનુમા વાતાવરણને લીધે તેની નિરાશા ઓછી થઈ અને મન પુલકિત થઈ ગયું. કચ્છમાં વરસાદ વરસી રહ્યો હતો અને પ્રકૃતિનું સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલ્યું હતું. અષાઢી બીજની કુદરતી આભા જોઈને રાજવી લાખો કુલ્વણી એકદમ પ્રસન્ન થઈ ગયો અને તેણે આખાય રાજ્યમાં ઉત્સવ મનાવવાનું મન થયું. તેમને વરસાદી વાતાવરણના માહોલમાં કચ્છ એટલું સુંદર લાગ્યું કે તેમને એવો અહેસાસ થયો કે જો પૃથ્વીનો છેડો ક્યાંય છે તો તે અહીં જ છે. બસ, પછી તેમણે અષાઢી બીજને નૂતન વર્ષ ઊજવવાનું એલાન કરી દીધું. બસ, તે દિવસથી માત્ર કચ્છમાં રહેતા કચ્છીઓ જ નહીં, પણ કચ્છની બહાર વસતા કચ્છીઓ પણ આ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉત્સાહભેર ઊજવે છે.
બસ, આ દિવસથી અષાઢી બીજનું મૂલ્ય કચ્છ.
Source.. Whatsapp. 

No comments:

Post a Comment